અમારી તમામ અપડેટ્સ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ
Join our Telegram Channel To Get Latest Notification!

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ૨૦૨૧ | કોને લાભ મળે? | કેટલો લાભ મળે? | અરજી ક્યાં કરવી?

કૃષિને લગતી યોજનાઓ
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ૨૦૨૧ | કોને લાભ મળે? |  કેટલો લાભ મળે? | અરજી ક્યાં કરવી?


કોને લાભ મળે?

 • બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય.


ફરજીયાત ઘટક

 • બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવામાં આવે છે.


મરજીયાત ઘટક

 • જેમને ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજીયાત છે.


કેટલો લાભ મળે?

 • આ યોજના મુજબ ચાર પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે.

 1. ઓછા વરસાદ અથવા પ્રતિકુળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે.

 2. ઉભા પાકોનું નુકશાન (વાવેતરની વાવણી સુધી) દા.ત. દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે ધ્વારા નુકશાન.

 3. લણણી (હર્વેસ્ટીંગ) કર્યા પછી નુકશાન, પાકની કાપણીના પછીના વધુમાં વધુ બે સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે. દા.ત.વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકશાન.

 4. સ્થાનિક કુદરતી આફતો જ કોઈ નિશ્ચિત વિસ્તારોના સ્થાનિક જોખમો દા.ત. કરાવર્ષા, ભૂસ્ખલન, જળપ્રલયથી થતા નુકશાન સામે રક્ષણ.

 5. આ યોજનામાં શુદ્ધ, ન્યુક્લિયર જોખમ અને ઇરાદાપૂર્વક (ધ્યેયપૂર્વક) રીતે કરેલ નુકશાનને સામેલ કરવામાં આવ્યા નથી. આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયત કરીને આ યોજનાને સ્વીકૃત કરવાની રહેશે.


આ યોજના અંતર્ગત વીમામાં રક્ષણ માટે પ્રિમીયમ સાર નીચે મુજબના રહેશે.

 • ખરીફ સીઝન માટે વિમાની રકમના ૨ ટકા, રવિ સીઝન (શિયાળુ પાક) માટે ૧.૫ ટકા અને વાર્ષિક પાકો (રોકડિયા અને બાગાયતી) માટે વિમાની રકમના ૫ ટકા પ્રીમીયમ તરીક આપવાના રહેશે.

 • આ વીમા યોજના જે તે સીઝન પુરતી રહેશે. નવા વર્ષમાં નવી સીઝન માટે ફરીથી પ્રીમીયમ ભરી વીમો કરવાનો કરાવવાનો રહેશે.


અરજી ક્યાં કરવી?

 • ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ઓનલાઈન અરજી કરવા લિંક

https://ikhedut.gujarat.gov.in/NAIS/

You may like these posts

અમારી તમામ અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ

Post a Comment

Please Do Not Enter Any Spam Link In The Comment Box... Happy commenting