અમારી તમામ અપડેટ્સ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ
Join our Telegram Channel To Get Latest Notification!

કિસાન પરિવહન યોજના ૨૦૨૧, ખેડુતો ને મળશે ૭૫,૦૦૦/- નો લાભ

કિસાન પરીવહન યોજના ૨૦૨૧

યોજના નું નામ:- કિસાન પરિવહન યોજના


લાભ:- માલ વાહક વાહન ખરીદવા માટે સહાય

કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે લાભ રૂપે આપવામાંં આવશે.

કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તેેલાભ રૂપે આપવામાંં આવશે. 


નોંધ:- ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.


ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં):- 5 વર્ષ (જો તમને આ યોજના નો લાભ મળે તો તમે એ લાભ મળ્યાના વર્ષ થી લઈ અને આવતા ૫ વર્ષ સુધી આ યોજના નો ફરી લાભ લઈ શકશો નહિ. અને હા ૫ વર્ષ પૂરા થયા પછી ફરી તમે આ યોજનાનો લાભ લેવા માટે લાયક છો)


કઈ રીતે આવેદન કરવું તે માટેના સ્ટેપ્સ

૧. "નવી અરજી કરો" બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.

૨. અરજીમાં સુધારા વધારા માટે "અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.

૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.

૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.

૫. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાત(૭)માં રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ.


કેટલીક અગત્યની સુચનાઓ

૧. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.

૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.


આવેદન કરવા માટે ની તારીખો

આવેદન કરવાનું શરૂ:- ૨૯/૧૨/૨૦૨૦

આવેદન કરવાની છેલ્લી તારીખ:- ૩૧/૦૧/૨૦૨૧


ઑનલાઇન આવેદન કરવાં માટે અહીં ક્લિક કરો 


ખેડૂત મિત્રો એક તમને વિનંતી છે કે આ પોસ્ટ વધુ માં વધુ લોકો સુધી પહોંચાડો જેથી જેમને આ યોજનાનો લાભ લેવો હોય તો લઈ શકે અને એમને મદદ થાય.

You may like these posts

અમારી તમામ અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ

Post a Comment

Please Do Not Enter Any Spam Link In The Comment Box... Happy commenting