અમારી તમામ અપડેટ્સ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ
Join our Telegram Channel To Get Latest Notification!

અમદાવાદ: અખબાર નગર અંડર પાસના પીલ્લર સાથે BRTS અથડાઇ, બસના બે ભાગ થયા

અમદાવાદ: અખબાર નગર અંડર પાસના પીલ્લર સાથે BRTS અથડાઇ, બસના બે ભાગ થયા

  • માહિતી
  • BRTSની સ્પીડ લિમિટ 50ની, છતાં ડ્રાઈવર 70ની સ્પીડે ચલાવે છે

અમદાવાદ BRTS અકસ્માત, જુઓ કેમ કેમ સર્જાયો અકસ્માત


માહિતી

આ બનાવની મળતી માહિતી અનુસાર શહેરના અખબારનગર અંડરપાસમાં BRTS બસના ચાલકે કાબુ ગુમાવતા બસ સીધી અંડર પાસના પીલ્લર સાથે ધડાકાભેર અથડાઇ હતી. બસના વચ્ચેથી બે ભાગ થઇ ગયા હતા. આ દૂર્ઘટનામાં બસનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત બાદ અંડરપાસમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.


BRTSની સ્પીડ લિમિટ 50ની, છતાં ડ્રાઈવર 70ની સ્પીડે ચલાવે છે


BRTSની સ્પીડ લિમિટ 50ની, છતાં ડ્રાઈવર 70ની સ્પીડે ચલાવે છે

અમદાવાદમાં બસ અકસ્માતની ઘટનાઓ સતત વધતા 2015માં હાઈકોર્ટે BRTS બસની સ્પીડમાં ઘટાડો કર્યો હતો. જે અનુસાર, BRTS બસની સ્પીડ 50 કિ.મી પ્રતિ કલાક રાખવામાં આવી હતી. છતાં કેટલાક ડ્રાઈવરો દ્વારા બેફામ બસ ચલાવતા આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. આજની ઘટનામાં પણ ડ્રાઈવર 70 કિ.મીની સ્પીડે બસ ચલાવતો જોવાનું સ્પીડ મીટર દ્વારા જાણવા મળ્યું છે.

You may like these posts

અમારી તમામ અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ

Post a Comment

Please Do Not Enter Any Spam Link In The Comment Box... Happy commenting